મેચની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડે આક્રમક રમત બતાવી. એલિજાહ જસ્ટે ક્રિસ વૂડની મદદથી પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. ત્યારબાદ પણ ન્યૂઝીલેન્ડે દબદબો જાળવી રાખ્યો અને ઈરાનના ગોલ પર સતત હુમલા કર્યા.