America Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં મહત્વપૂર્ણ અને ‘Make or Break’ શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. દુનિયા આ મંત્રણા પર નજર રાખી રહી છે. કારણ કે તે પશ્ચિમ એશિયાનું ભવિષ્ય નક્કી કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોતે આ મંત્રણાને નિર્ણાયક ગણાવી છે. 8 એપ્રિલે જાહેર કરાયેલા યુદ્ધવિરામ પછી આ મંત્રણાઓ થઈ રહી છે અને તેનો હેતુ સંઘર્ષને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો છે.