Iran-America Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર પર ડિજિટલી હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ત્યારબાદ અમલમાં આવશે.