વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના ઉદ્ઘાટન સત્રમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ-2026 હેઠળ આગામી 5 વર્ષમાં ₹10 લાખ કરોડના રોકાણ લાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત હવે માત્ર નિયમનકારી રાજ્ય નહીં પરંતુ ઉદ્યોગોના ભાગીદાર તરીકે આગળ વધી રહ્યું છે અને ઝડપી વિકાસ માટે ‘ઝીરો રેડ ટેપ’ મોડલ અપનાવવામાં આવી રહ્યું છે.