ભારતે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા' તરફ વધુ એક હરણફાળ ભરી છે. ઓડિશાના દરિયાકાંઠે DRDO અને ઇન્ડિયન એરફોર્સે સ્વદેશી ગ્લાઈડ વેપન 'TARA'નું સફળ પરીક્ષણ કરીને દુનિયાને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે ઓછા ખર્ચે જૂના અને બિન-માર્ગદર્શિત હથિયારોને અત્યંત સચોટ 'ગાઈડેડ વેપન'માં બદલી નાખે છે.