Samay Raina Supreme Court Case: ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે યુટ્યુબર અને કોમેડિયન સમય રૈના સહિત પાંચ કોમેડિયન સામે નોંધાયેલા કેસ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કેસમાં શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને ગંભીર બીમારી અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આરોપો લાગ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે મામલાની સુનાવણી કરી...