વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ દરિયામાં પલટી જતાં ભારતીયો સહિત 15 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સવાર હતા. દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોની શોધ માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.