ભારત અને ફ્રાન્સ વચ્ચે ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રે નવી ભાગીદારીને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નીસ શહેરમાં “ભારત ઈનોવેટ્સ” પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે આ પહેલ ભારતની યુવા પ્રતિભા અને યુરોપિયન મૂડીને જોડતી એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સ્ટાર્ટઅપ ક્રાંતિને વૈશ્વિક સ્તરે નવી દિશા આપશે.