I

India Health News

ભારત આરોગ્ય ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભર બની રહ્યું છે: રાજનાથ સિંહ, સારવાર સાથે રોગ નિવારણ પર પણ સરકારનો ભાર

ભારત આરોગ્ય ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભર બની રહ્યું છે: રાજનાથ સિંહ, સારવાર સાથે રોગ નિવારણ પર પણ સરકારનો ભાર

Rajnath Singh Health Sector India: રક્ષામંત્રી રાજનાથ સિંહે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના દીક્ષાંત સમારોહમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે કેન્દ્ર સરકારનું ધ્યાન માત્ર બીમારીઓની સારવાર સુધી મર્યાદિત નથી, પરંતુ રોગોની રોકથામ (Prevention) પર પણ સમાન ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આરોગ્ય વ્યવસ્થા વધુ આત્મનિર્ભર, આધુનિક, સસ્તી અને લોકો માટે સરળતાથી ઉપલબ્ધ બની છે....

Rupin Bakraniya
તમિલનાડુમાં આવતીકાલથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, CM વિજય કરશે શુભારંભ

તમિલનાડુમાં આવતીકાલથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, CM વિજય કરશે શુભારંભ

તમિલનાડુમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે રવિવારથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન શરૂ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ચેન્નાઈમાં આ અભિયાનનો શુભારંભ કરશે. રાજ્યભરમાં 52.91 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 43 હજારથી વધુ રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

Rahul Desai
કામરેજમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 5 આરોપી ઝડપાયા

કામરેજમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 5 આરોપી ઝડપાયા

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની કડક સૂચના બાદ સમગ્ર સુરત જિલ્લામાં આરોગ્ય તંત્ર અને પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. જેના ભાગરૂપે કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. બી. ગોજીયા અને તેમની ટીમે મેડિકલ વિભાગના અધિકારીઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન હલધરુ રોડ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં, જ્યાં પરપ્રાંતિય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં આવેલા અંદાજે 15 ક્લિનિક્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણપણે બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

Rahul Desai