
India Forex Reserves 2026: ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)માં સતત બીજા સપ્તાહે જોરદાર વધારો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 4 સપ્ટેમ્બરે પૂર્ણ...

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)માં ફરી વધારો નોંધાયો છે. 19 જૂન 2026ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં 96.3 કરોડ ડોલરનો વધારો થતાં તે વધીને 672.587 અબજ ડોલર પર પહોંચ્યું છે. ગત સપ્તાહમાં થયેલી ઘટાડાની ભરપાઈ સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ફરી મજબૂત બન્યું છે. આ સાથે ભારત વિશ્વના સૌથી મોટા ફોરેક્સ રિઝર્વ ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.