ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન આગામી વર્ષ 2027માં દોડવા માટે તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ સુરત અને વાપી વચ્ચેનો લગભગ 100 કિલોમીટર લાંબો માર્ગ વ્યાવસાયિક રીતે શરૂ કરવામાં આવશે.