ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે ઊર્જા સુરક્ષાને લઈને એક મોટો ઐતિહાસિક કરાર થયો છે. વાર્ષિક લીડર્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનિઝે આ ડીલની જાહેરાત કરી હતી. આ કરારથી ઓસ્ટ્રેલિયા તરફથી ભારતને યુરેનિયમની સપ્લાય માટેનો રસ્તો સાફ થઈ ગયો છે, જેનો ઉપયોગ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ કાર્યો માટે કરવામાં આવશે.