જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો સામે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર-રાજકોટ હાઇવે પર ઇસ્કોન મંદિર નજીક આવેલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોને દૂર કરવા માટે આજે મનપા તંત્ર દ્વારા ડીમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.