અમિત શાહના હસ્તે અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન
અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન: ગુજરાતમાં 70,000થી વધુ રોજગારીની શક્યતા. “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં અંદાજે USD 1.5 બિલિયનનું રોકાણ થયું છે અને કુલ ખર્ચ આશરે ₹1100 કરોડ જણાવવામાં આવ્યો છે.
Rahul Desai