ફીફા વર્લ્ડ કપ 2026માં સોમવારે ફ્રાન્સ અને ઈરાક વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. આ મેચ ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે માટે ખાસ રહેશે, કારણ કે તેઓ પોતાની કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા બાદ એમ્બાપ્પે હવે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યા છે.