જામનગરમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્કૂલે જઈ રહેલા એક વિદ્યાર્થીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પોલીસે હિટ એન્ડ રનની દિશામાં તપાસ શરૂ કરી છે.