
સાણંદ: રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ સાણંદ સિવિલ હોસ્પિટલની હાલત જોતા અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન હોસ્પિટલની ચોંકાવનારી અને બેદરકારીભરી સ્થિતિ સામે આવી છે, જે આરોગ્ય તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સાણંદ સિવિલ હોસ્પિટલ હાલ લગભગ બંધ હાલતમાં...

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા ‘અતુલ્યમ 1 થી 4 બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. 53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં સકારાત્મક અભિગમ દાખવીને ટાટા એરલાઈન્સે રૂ. 53.12 કરોડની પૂરેપૂરી રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવશે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. આ અંગે...