ફીફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને ઇતિહાસ રચ્યો છે. પનામા સામે ગોલ ફટકારીને કેને વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરવાનો ગેરી લિનેકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિદ્ધિ સાથે હેરી કેને વધુ એક સુવર્ણ અધ્યાય પોતાના નામે લખાવ્યો છે.