ટ્રમ્પની સુરક્ષા પર મોટો ખતરો! વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર
અમેરિકાના White House નજીક શનિવારે સાંજે થયેલા ગોળીબારથી હાહાકાર મચી ગયો હતો. ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસમાં હાજર હતા. શંકાસ્પદ હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા સીક્રેટ સર્વિસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં હુમલાખોરનું મોત થયું હતું. ઘટનામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે FBI સહિતની એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Rahul Desai