વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અકસ્માતો પર અંકુશ લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે કપરાડા પોલીસ દ્વારા મોડિફાઇડ બાઇકો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.