Gujarat State Seed Corporation Dividend: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ અર્પણ કર્યો હતો. રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર...