અમદાવાદ: ‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026’ના અવસરે ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને વિવિધ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અંગદાન અને અંગ...