રાજકોટ: રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ને વિદેશી દારૂની હેરાફેરીના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. વર્ષોથી ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને સાત ગુનાઓમાં વોન્ટેડ બૂટલેગર યાકૂબ મૂસા મોટાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે રાજ્યભરમાં દારૂની હેરાફેરી સંબંધિત 65થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છેલ્લા...