
ગુજરાતમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે.

ગુજરાતમાં ફરી વખત ગરમીમાં વધારો નોંધાયો છે. થોડા દિવસથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ફરી વખત કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. જ્યારે અમદાવાદ બીજા નંબર પર છે. હવામાન ખાતા વિભાગથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધે તેવ શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.