જામનગર શહેરના સોનાપુરી પાછળ આવેલા 80 ફૂટ રિંગ મેઇન રોડ પર આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે ઘટનામાં અંદાજે ₹5 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.