કપરાડામાં પાણીની કટોકટી, કૂવામાં ઉતરી મહિલાઓ ભરે છે જીવનજરૂરી પાણી
ગુજરાત સરકાર ભલે “ઘરે ઘરે નળ અને જળ” પહોંચાડવાના દાવા કરતી હોય, પરંતુ વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી સામે આવેલી તસવીરો વિકાસના તમામ દાવાઓની પોલ ખોલી રહી છે. ગુજરાતનું “ચેરાપુંજી” ગણાતા મોટી પલસાણ ગામમાં આજે લોકો પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થિતિ એવી બની ગઈ છે કે મહિલાઓને 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી જીવના જોખમે પાણી ભરવું પડી રહ્યું છે. કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજના છતાં ગામના નળ આજે પણ સૂકા છે. જુઓ પાણી માટે લોકો કેવી રીતે મોત સાથે ખેલ કરી રહ્યા છે,
Rahul Desai