ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આજથી Google Pay, PhonePe અને Paytm જેવા UPI એપ્સમાં હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જેવી બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમનો હેતુ સાયબર ફ્રોડ ઘટાડીને યુઝર્સના ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.