જૂનાગઢના ગિરનાર પર્વતની સીડી પર ફરી એકવાર ત્રણ નર સિંહો દેખાતા વન વિભાગ સતર્ક બન્યું હતું. રાત્રે આશરે 3 વાગ્યે નવી સીડીના 50મા પગથિયા પાસે સિંહોની હિલચાલ જોવા મળી હતી, જેને વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યા હતા.