જૂનાગઢના પવિત્ર ગીરનાર પર્વત પર વહેલી સવારે હચમચાવી નાખતી ઘટના બની છે. પરિવાર સાથે ગીરનારની સીડી ચઢી રહેલા 12 વર્ષના બાળક પર અચાનક સિંહે હુમલો કરી તેને જંગલમાં ખેંચી જતા કરુણ મોત નીપજ્યું છે. પરિવારની નજર સામે બનેલી આ ભયાનક ઘટનાથી યાત્રિકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.