ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ ‘GFS ગેલેક્સી’ પર થયેલા હુમલાથી ચિંતા વધી છે. જહાજમાં સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય હજુ લાપતા છે. ભારતના વિદેશ મંત્રાલયે હુમલાની કડક નિંદા કરી ઓમાનના અધિકારીઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે.