જંતર-મંતર પરથી સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને અચાનક સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની પત્ની ગીતાંજલિ અંગમોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ સાથે પોલીસની કાર્યવાહી અને હોસ્પિટલની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.