પાકિસ્તાન દેવામાં ડૂબી ગયું, વીજ બિલ માટે રૂ. 2050 કરોડ ચૂકવ્યા નથી, ચીને આપ્યું અલ્ટીમેટમ
Pakistan Debt Crisis: પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતાને મોટાભાગે ઓલ-વેધર ફ્રેન્ડશિપ કહેવામાં આવે છે, પરંતુ હવે આ સંબંધોમાં આર્થિક તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના નજીકના સાથી ચીન દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. આ મામલો 220 મિલિયન ડૉલર (લગભગ 2050 કરોડ રૂપિયા)ની બાકી વીજળી અને ગેસ પેમેન્ટનો છે, જેના સંદર્ભમાં ચીને સ્પષ્ટ કર્યું છે કે વિલંબ હવે સહન કરવામાં આવશે નહીં.
Growth Now News