ગાંધીનગર: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના ધ્યેય સાથે આજે ગાંધીનગર ઉત્તર અને કલોલ તાલુકામાં રૂ. 340 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરની જન્મજયંતિ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં સોનીપુર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગ્રામીણ...