IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે KL રાહુલના રિટાયર્ડ હર્ટ થવાથી ભારતીય ક્રિકેટ ચાહકોની ચિંતા વધી હતી. જોકે હવે રાહુલની ફિટનેસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ હવે ઠીક છે અને જરૂર પડશે તો તે ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.