જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે ઓપરેશન કારાવાસ-2 અંતર્ગત 12 વર્ષથી ફરાર ગેંગરેપના આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. વર્ષ 2012માં ગેંગરેપના ગુનામાં આજીવન કેદની સજા પામેલો પારસ ઉર્ફે ધોરિયો પેરોલ દરમિયાન ફરાર થઈ ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડી કાયદાની પકડમાં લાવ્યો છે.