ગાંધીનગર: ગાંધીનગરથી કચ્છ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 મહત્વપૂર્ણ રસ્તાઓને ફોરલેન બનાવવા માટે ₹629 કરોડની મંજૂરી આપી છે. આ નિર્ણયથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સુગમ બનશે.