‘ફોર્સ 3’ માટે હર્ષવર્ધન રાણેએ ફિટનેસનું સિક્રેટ શેર કર્યું, રેડ લાઇટ થેરાપીનો કર્યો ખુલાસો
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ રેડ લાઇટ થેરાપી લેતા જોવા મળે છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું કે મસલ્સ બનાવવા માટે ત્રણ બાબતો સૌથી મહત્વપૂર્ણ છે—કસરત, સારું ખાવું અને રિકવરી, જેમાં તેઓ હાલ રેડ લાઇટ થેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તેમણે મજાકમાં લખ્યું કે “આમને હાથ લગાવવું પણ મનાઈ છે.”
Rahul Desai