રાજકોટ: રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર સકીલ સાદિક મન્સૂરીની ધરપકડ બાદ તપાસનો વ્યાપ વધાર્યો છે. તપાસ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારો કોને-કોને સપ્લાય કરવામાં આવ્યા હતા તેની માહિતીના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 28 ગેરકાયદે હથિયારો અને 32 કાર્ટીસ જપ્ત કરીને કાયદેસરની...