
Global Fintech Fest 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 8 સપ્ટેમ્બરે મુંબઈમાં Global Fintech Fest (GFF) 2026ના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક ફિનટેક સંમેલનમાં નીતિ નિર્માતાઓ,...

Gujarat GIFT City Global Vision: અમેરિકાની મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને આગામી વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. બેઠક દરમિયાન ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને GIFT Cityના વિકાસ અને તેના વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકેના વિસ્તરણ અંગે વર્લ્ડ બેંકના અધિકારીઓને માહિતી આપી હતી.