રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)માં પરિવારવાદ અને વહીવટી પારદર્શિતાને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી કિરીટભાઈ સવજાણી દ્વારા મીડિયા સમક્ષ આવીને એસોસિએશનની કાર્યપ્રણાલી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.