અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે નકલી IPS અધિકારી બની રોફ જમાવનાર એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પ્રહલાદનગર વિસ્તારનો રહેવાસી જોન ડેનિયલ હોવાનું સામે આવ્યું છે. તે પોતાને IPS અધિકારી તરીકે ઓળખાવી લોકો અને પોલીસ પર રોફ જમાવતો હતો. મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સાથે આરોપીએ ઉશ્કેરાઈને અભદ્ર ભાષામાં ગાળો બોલી...