
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારી બની એક કંપની સાથે ₹9.60 લાખની છેતરપિંડી કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ નકલી દસ્તાવેજો અને બનાવટી સરકારી ખરીદી પ્રક્રિયાનો ઉપયોગ કરીને કંપનીને ખોટા સપ્લાય કોન્ટ્રાક્ટની લાલચ આપી હતી.

શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવી હાઈટેક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે Google Gemini AI જેવા આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરી આબેહૂબ નકલી દસ્તાવેજો બનાવતી હતી. આ ગેંગ નિર્દોષ લોકોના નામે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને સેલેરી સ્લિપ બનાવી વિવિધ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન મેળવી રફુચક્કર થઈ જતી હતી. પોલીસે આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડી તેમની પાસેથી મોટી માત્રામાં મોબાઈલ, લેપટો