Gemini AIથી નકલી આધાર-પાન કાર્ડ બનાવી બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર 3 માસ્ટરમાઇન્ડ ઝડપાયા



Gemini AIથી નકલી આધાર-પાન કાર્ડ બનાવી બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર 3 માસ્ટરમાઇન્ડ ઝડપાયા



અમદાવાદ : સાયબર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરી બેંકોને ચૂનો લગાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા 3 આરોપીઓ Google Gemini AI જેવા ટૂલ્સની મદદથી નકલી દસ્તાવેજો બનાવી પર્સનલ લોન અને ક્રેડિટ સુવિધા મેળવી છેતરપિંડી આચરતા હતા.
AIથી નકલી દસ્તાવેજોનું 'ફેક્ટરી' ચલાવતા હતા
આરોપીઓ આઈટી (IT) ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જેઓ AIની મદદથી અસલી લાગે તેવા નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને સેલેરી સ્લિપ તૈયાર કરતા હતા.
ટાર્ગેટ: જે વ્યક્તિનો CIBIL સ્કોર સારો હોય, તેની વિગતો મેળવી તેના નામે નકલી ડોક્યુમેન્ટ્સ અને નવા મોબાઈલ નંબર-ઈમેઈલ આઈડી એક્ટિવ કરતા.
બેંકોને નિશાન બનાવી: IDFC ફર્સ્ટ, કોટક મહિન્દ્રા, યુનિયન બેંક અને જીયો પેમેન્ટ્સ બેંક જેવી સંસ્થાઓમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન હડપી લેતા હતા.
મુદ્દામાલની હેરાફેરી: 43 મોબાઈલ અને 65 ATM કાર્ડ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં ડિજિટલ પુરાવા મેળવ્યા છે:
43 મોબાઈલ ફોન અને 43 સિમકાર્ડ.
4 લેપટોપ અને 65 એટીએમ કાર્ડ.
અનેક ચેકબુક અને બનાવટી સરકારી દસ્તાવેજો.
પોલીસની અપીલ: સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને ચેતવણી આપી છે કે ડિજિટલ યુગમાં AIના વધતા દુરુપયોગ વચ્ચે પોતાના દસ્તાવેજો, OTP કે બેંકિંગ વિગતો કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરવી. હાલ આ ગેંગના અન્ય કનેક્શન અંગે તપાસ તેજ કરવામાં આવી છે.




