દ્વારકા: યાત્રાધામ દ્વારકા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર નગરીમાં આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતા એક ભેજાબાજ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ લશ્કરી જવાન હોવાનો ખોટો દેખાવ કરીને શંકાસ્પદ રીતે ફરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી દીધી છે. આ આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું...