
Kandla SEZ fire : કચ્છ જિલ્લાના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં આવેલી ઈશા ઇમ્પેક્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

રાજકોટ શહેરમાં વધુ એક વખત આગની ઘટના સામે આવી છે. હુડકો ચોકડી પાસે આવેલા રામ પાર્ક વિસ્તારમાં આવેલી એક સોફા ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના પારાવાડા વિસ્તારમાં આવેલી ફાર્મા સિટીમાં સ્થિત સાઉથ એનર્જી ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે મજૂરોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

દાદાર નગર હવેલી કાલે રાત્રે લક્ષ્મી ટેક્સટાઈલ્સ કંપનીમાં ગત રાત્રી ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના લીધે ફાયર વિભાગ તાત્કાલિક જાણ કરવા આવી હતી. તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.