
Surat : ગુજરાતના સ્ટેટ GST વિભાગના કેટલાક અધિકારીઓની કામગીરી સામે ફરી ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

Swaminarayan Gurukul: ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીને બ્લેકમેલ કરીને રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Junagadh Crime Branch: શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસે નામચીન આરોપી લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબ્બન નાથાભાઈ કોડીયાતરની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉથી 30થી વધુ ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢના બિલ્ડર અને તેમના પુત્ર પાસેથી ઊંચા વ્યાજની વસૂલાત, ધમકી અને મિલકતના દસ્તાવેજો પડાવી લેવાના આક્ષેપો મામલે પોલીસે કાર્યવાહી કરી છે.