ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના દિશામાં રાજ્ય સરકારે મોટી પહેલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી 2026’નું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રીન એનર્જીથી લઈને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ભવિષ્યના ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નીતિથી ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો સરકારનો દાવો વધુ મજબૂત બન્યો છે.