નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના યુનિફાઇડ મેમ્બર પોર્ટલમાં મહત્વપૂર્ણ અપગ્રેડ કર્યા બાદ PF ખાતાધારકો માટે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. સૌથી મોટો ફેરફાર UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવેશન અને નવા UAN જનરેશનને લઈને કરવામાં આવ્યો છે. હવે UAN એક્ટિવેશન અને નવા UAN મેળવવાની સુવિધા EPFOની વેબસાઇટ પર ઉપલબ્ધ નહીં રહે. આ બંને સેવાઓને સરકારની UMANG એપ...