આણંદ જિલ્લાના વાસદ ટોલ પ્લાઝા નજીક દોડતી આઇશર ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી ટ્રકને રોડની બાજુએ ઊભી રાખી દેતાં મોટી જાનહાનિ ટળી હતી.