આફ્રિકન દેશોમાં ફરી ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ઈબોલા સામેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.